Breaking

Tuesday, June 7, 2022

ભારતનું બંધારણ ભાગ 19 : પ્રકીર્ણ જોગવાઈઓ અનુચ્છેદ 361 થી 367

 


ભારતનું બંધારણ ભાગ 19 : પ્રકીર્ણ જોગવાઈઓ અનુચ્છેદ 361 થી 367


1➤ બંધારણની કઈ કલમમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોને તેમના હોદ્દાની મુદત દરમિયાન તેમની વિરુદ્ધ ફોજદારી કે દીવાની કાર્યવાહી સામે રક્ષણ આપવામાં આવ્યું છે ?

=> 361

2➤ બંધારણની કઈ કલમમાં સંસદના કોઈ ગૃહની કાર્યવાહી અંગે પ્રકાશિત અહેવાલ કે માહિતી સામે ઉપસ્થિતિ થતી કાર્યવાહી સામે રક્ષણ આપવાની જાહેરાત છે ?

=> 361- એ

3➤ કયા બંધારણીય સુધારા દ્વારા અનુચ્છેદ 361- એ બંધારણમાં ઉમેરવામાં આવ્યો છે ?

=> 44 મા બંધારણીય સુધારા અધિનિયમ , 1978

4➤ કયા બંધારણીય સુધારા અંતર્ગત દેશી રાજવીઓના હક્કો અને વિશેષાધિકારો અંગેની કલમ 362 રદ કરવામાં આવેલ છે ?

=> 26 મા બંધારણીય સુધારા અધિનિયમ , 1971

5➤ બંધારણની કઈ કલમમાં ભારત સરકારે દેશી રજવાડાં સાથે કરેલ કરારો કે સંધિઓ અંગે અદાલતની દરમિયાનગીરી પર પ્રતિબંધની જોગવાઈ છે ?

=> 363

6➤ બંધારણની કઈ કલમમાં મોટા બંદરો અને વિમાનમથકોને સંસદે કે રાજ્યોના વિધાનમંડળે ઘડેલ કાનૂનમાંથી બાકાત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે ?

=> 364

7➤ સંવિધાનની જોગવાઈ પ્રમાણે સંઘની કાર્યપાલિકાના આદેશો ન માનવા કે અમલ ન કરવા બદલ રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાદવાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?

=> 365

8➤ બંધારણની કઈ કલમ અન્વયે રાજ્ય બંધારણની જોગવાઈ પ્રમાણેના સંઘના કાર્યપાલિકાના આદેશો માનવા બંધાયેલ છે ?

=> 365

9➤ બંધારણની કઈ કલમમાં વિભિન્ન પદોની વ્યાખ્યા આપેલી છે ?

=> 366

10➤ વિધમાન કાયદાની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ?

=> 366 (10)

11➤ એંગ્લો ઈન્ડિયનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ?

=> 366 (2)

12➤ રાજ્યપત્રિત જાહેરનામાની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ?

=> 366 (19)

No comments:

Post a Comment

મેળાઓ - Confusion Point 29