ભારતની ભુગોળ ( India Geography)
ભારતની ભુગોળ ૯૦ થી ૧૦૦ પ્રશ્નો
1. ભારતની મુખ્ય ભૂમિનું દક્ષિણતમ બિંદુ કયું છે? કેપ કેમોરિન ( કન્યાકુમારી)
2. દેશનું પ્રથમ આદિવાસી વિશ્વવિદ્યાલય કયાં સ્થાપવામાં આવ્યું છે? અમરકંટક, મધ્યપ્રદેશ
3. લદ્દાખ પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર કયું છે? માઉન્ટ રાકાપોશી
4. દેશના કુલ વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં લાલ માટી આવેલી છે? લગભગ 16 ટકા
5. દેશનું પ્રથમ નિગમિત બંદર કયું છે? એન્નોર
6. દેશનું પ્રથમ જ્વારીય બંદર કયું છે? કંડલા
7.ભારતનું દક્ષિણતમ બંદર કયું છે? કન્યાકુમારી
8. દેશનો પ્રમાણ સમય ક્યાંથી નક્કી કરવામાં આવ્યો છે? અલાહાબાદ પાસેના નેની-મિર્ઝોપુર
9. ભારતનું પ્રથમ સોયાબીન વાયદા બજાર કયાં આવેલ છે? ઇંદોર
10. દેશની પ્રથમ મોબાઇલ બેંક ક્યા જિલ્લામાં કાર્યરત છે? મધ્યપ્રદેશના ખરગોન
ભારતની ભુગોળ ૯૦ થી ૧૦૦ પ્રશ્નો
૧.સ્વર્ગપુષ્પ તરીકે ઓળખાતું સિરોઈ લીલી પુષ્પ દુનિયા માં માત્ર એક જ જગ્યાએ-મણિપુર રાજ્યના ઉખરુલ જિલ્લાની સિરોઈ પર્વતમાળા ના જંગલો માં થી મળી આવે છે.
૨.આસામની જતિન્ગા ખીણમાં દર વર્ષે સપ્ટેમ્બર ઑક્ટોબર મહિનામાં પક્ષીઓ મોટીસંખ્યામાં આત્મહત્યા કરે છે.
૩.મણિપુર રાજ્ય નું ખ્વાઈરામબંદ બજાર દેશનું સૌથી મોટું મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતું બજાર છે.
૪.મેઘાલયનુ મોલિન્નોન્ગ ગામ ને એશિયા ના સૌથી સ્વચ્છ ગામ નો દરજ્જો આપવામાં આવ્યો છે.
૫.મેઘાલયનુ કોન્ગથોન્ગ ગામ વ્હિસલિન્ગ વિલેજ તરીકે ઓળખાય છે.
૬.આસામનુ સુઆલકુચી દુનિયા નું સૌથી મોટું વણાટકામ કરતું ગામ છે.
૭.પુડુચેરીનુ ઓરોવિલે વિશ્વ નું પ્રથમ ગ્લોબલ વિલેજ-વૈશ્વિક ગામ છે.
૮.ભારતમા પ્રથમ સૂર્ય કિરણ અરુણાચલ પ્રદેશમાં વિજયનગર અને દોન્ગ ગામ માં પડે છે.
૯.નાગાલૅન્ડમા આવેલ સૂમિ બૅપ્ટિસ્ટ ચર્ચ ,ઝૂન્હેબોટો (SBCZ) એશિયા નું સૌથી મોટું ચર્ચ છે.
૧૦.કોહિમા વિશ્વ નું બીજા નંબરનું સૌથી મોટું ગામ ગણાય છે.
ભારતની ભુગોળ ૯૦ થી ૧૦૦ પ્રશ્નો
1. કોલારની સોનાની ખાણ ક્યા રાજ્યમાં આવેલી છે? કર્ણાટક
2. તારાપુર એટમિક પાવર સ્ટેશન ક્યા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર
3.કાંજનજંગા અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? સિક્કિમ
4. દિબ્રુગઢ કઈ નદી કિનારે આવેલું છે? બ્રહ્મપુત્ર
5. એમએમટી ટ્રેક્ટર ઉધોગનું સ્થળ પિંજોર ક્યા રાજ્યમાં આવેલું છે? હરિયાણા
6. સારિકા અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાન
7. પારાદીપં બંદર ક્યા રાજ્યમાં આવેલું છે? ઓડિશા
8. જમશેદપુર કઈ નદી કિનારે આવેલું છે? સુવર્ણરેખા
9. કયું શહેર વણાટનગરી તરીકે ઓળખાય છે? પાણીપત
10. કયું શહેર દક્ષિણનું માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે? કોઈમ્બતુર
ભારતની ભુગોળ ૧૦૧ થી ૧૧૦ પ્રશ્નો
1.કયું રાજ્ય મંદિરોએ મઢેલ દ્રવિડ દેશ તરીકે ઓળખાય છે ?- તામિલનાડુ
2. કયું રાજ્ય ફળોદ્યાન નું સ્વર્ગ તરીકે ઓળખાય છે?- સિક્કિમ
3.બેટલિંગ ચિપ કયા રાજ્યનું સર્વોચ્ચ પર્વત શિખર છે ?-ત્રિપુરા
4.કઇ કૃષિ પેદાશ લીલું સોનું તરીકે ઓળખાય છે ?-અફીણ
5.દુલહસ્તી પરિયોજના કઇ નદી પર છે ?-ચિનાબ
6. કયું રાજ્ય સોંગ બર્ડ ઓફ ધ ઇસ્ટ તરીકે ઓળખાય છે ?- મિઝોરમ
7.કયું રાજ્ય ભગવાનો પોતાનો દેશ તરીકે ઓળખાય છે ?- કેરલ
8.કયું રાજ્ય ભારતીય બૅન્કિંગનું પારણું તરીકે ઓળખાય છે ?-કર્ણાટક
9. કયું રાજ્ય ભારતનું ઈથિયોપિયા તરીકે ઓળખાય છે ?- મધ્યપ્રદેશ
10. કયું રાજ્ય ભારતનું કિલ્લાઓનું રાજ્ય તરીકે ઓળખાય છે ?- મહારાષ્ટ્ર
ભારતની ભુગોળ ૧૧૧ થી ૧૨૦ પ્રશ્નો
1.કોન્નેમેરી પબ્લિક લાઇબ્રેરી કયાં આવેલી છે ?-ચેન્નઈ
2.ભારતી મેમોરિયલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?-પુડુચેરી
3.પરૂષણી કઇ નદીનું પ્રાચીન નામ છે ?- લાવી
4.કાલિમ્પોંગ પર્વતીય નગર કયા રાજયમાં આવેલ છે ?- પશ્ચિમ બંગાળ
5.ભારતમાં પ્રથમ રેલવે નાંખનાર કંપનીનું નામ શું હતું ? -ગ્રેટ ઇન્ડિયન પેનિન્સુલર રેલવે કંપની
6.સૌથી વધુ રાજ્યોમાં થઈને પસાર થતી ટ્રેન કઇ છે ?- હિમસાગર એકસપ્રેસ
7.સૌથી છેલ્લે અસ્તિત્વમાં આવેલ રેલવેનો અઢારમો ઝોન કયો છે ?-દક્ષિણ તટીય રેલવે, મુખ્યાલય વિશાખાપટ્ટનમ
8.સૌથી ઉત્તરમાં આવેલ રેલવે સ્ટેશન કયું છે ?-બારામુલ્લા
9.કયું સ્થળ ભારતીનું ઇરીટ્રિયા તરીકે ઓળખાય છે ?- કાલાહાન્ડી
10.રાજસ્થાનનું કયું શહેર ઝરોખાની નગરી તરીકે ઓળખાય છે ?-જેસલમેર
ભારતની ભુગોળ ૧૨૧ થી ૧૩૦ પ્રશ્નો
1.રાષ્ટ્રીય નદી જોડો પરિયોજના લાગુ કરનાર પ્રથમ રાજ્ય ક્યું છે ?-મધ્યપ્રદેશ
2.ઉત્તરાખંડનું સર્વોચ્ચ પર્વત શિખર કયું છે ?-નંદાદેવી
3.કઇ નદી મહારાષ્ટ્ર અને ગોવાને અલગ પાડે છે ?-તેરખોલ
4.મૌલારામ ચિત્ર સંગ્રહાલય ક્યાં આવેલું છે ?-શ્રીનગર
5.ગોપીનાથ બારદોલાઇ હવાઇમથક ક્યાં આવેલું છે ?-ગુવાહાટી
6.વિશ્વેશ્વરૈયા રાષ્ટ્રીય તકનિકી સંસ્થાન ક્યાં આવેલું છે ?-નાગપુર
7.ક્વિલોન બંદર કયા રાજયમાં આવેલ છે ?- કેરલ
8.બોમડિલા ઘાટ કયા રાજયમાં આવેલ છે ?-અરુણાચલ પ્રદેશ
9.પ્રવાસન સ્થળ દોઝુકોઇ ઘાટી કયા રાજયમાં આવેલ છે ?-નાગાલેન્ડ
10.હોગેનિકલ ધોધ કઇ નદી પર આવેલો છે ?-કાવેરી
ભારતની ભુગોળ ૧૩૧ થી ૧૪૦ પ્રશ્નો
1. હઝારીબાગ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલું છે? ઝારખંડ
2. મીઠા પાણીનું લોકતાક સરોવર ક્યા રાજ્યમાં આવેલું છે? મણિપુર
3. ભારતનું ક્યું રાજ્ય સોયા પ્રદેશ તરીકે ઓળખાય છે? મધ્યપ્રદેશ
4.દક્ષિણના ઉચ્ચપ્રદેશનું સૌથી ઊંચું શિખર ક્યું છે? અનાઈ મુડી (2695 મીટર)
5. બ્રહ્મપુત્ર નદી કયા રાજ્યમાં થઈને ભારતમાં પ્રવેશે છે? અરુણાચલ પ્રદેશ
6. કોયના સિંચાઇ પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે? મહારાષ્ટ્ર
7. કયું શહેર ઉત્તરપ્રદશનું 'જાવા' તરીકે ઓળખાય છે? ગોરખપુર
8. ભારત અને શ્રીલંકાને અલગ કરનાર ખાડી ઓળખાય છે? મન્નારની ખાડી
9. ભારતનો પૂર્વ સમુદ્રકિનારો કયા નામે ઓળખાય છે? કોરોમંડલ તટ
10. ન્યૂ મૂર ટાપુ કયાં આવેલ છે? બંગાળના અખાતમાં
ભારતની ભુગોળ ૧૪૧ થી ૧૫૦ પ્રશ્નો
1. ભારતનો કયો પ્રદેશ 'સફેદ પાણી' ના નામથી ઓળખાય છે? કારગીલ
2. કયું રાજ્ય અગાઉ 'નેફા' નામે ઓળખાતું હતું? અરુણાચલ પ્રદેશ
3. ચૂલિયા જળધોધ કઈ નદી પર આવેલો છે? ચંબલ
4. કયું શહેર ભારતનું ટોલીવુડ તરીકે ઓળખાય છે? કોલકાતા
5. રોહિલા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં રાજ્યમાં આવેલ છે? હિમાચલ પ્રદેશ
6. પંઢરપુર કઈ નદી કિનારે આવેલું છે? ભીમા
7. બાણસાગર પરિયોજના કઈ નદી પર આવેલ છે? સોન
8. તુતીકોરિન બંદર કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુ
9. કાગળ ઉધોગ માટેનું ટીટાગઢ કયા રાજ્યમાં આવેલું છે? પ.બંગાળ
10. કયું સ્થળ ઉત્તર ભારતનું માન્ચેસ્ટર ગણાય છે? કાનપુર
No comments:
Post a Comment