1➤ અક્કર્મીનો દડિયો કાણો=> કમનસીબ વ્યક્તિને ન હોય ત્યાંથી મુસીબત આવે.
2➤ અગ્નિને ઊધઈ ન લાગે
=> અગ્નિની જેમ જે શુદ્ધ હોય તેને ડાઘ લાગતો નથી.
3➤ આપ ભલા તો જગ ભલા
=> આપણે સારા તો સામેની વ્યક્તિ પણ સારી રીતે વર્તે ।
4➤ આગ લાગે ત્યારે કૂવો ખોદવાથી શું ?
=> મુશ્કેલી આવે ત્યારે તેનો ઉપાય શોધવા બેસવાથી અર્થ ન સરે.
5➤ અણી ચૂક્યો સો વરસ જીવે
=> કટોકટીમાંથી પાર ઊતરી જવું તે જ ઉત્તમ છે.
6➤ અધૂરો ઘડો છલકાય ઘણો
=> ઓછી આવડત હોય તે વધારે દેખાવ કરે.
7➤ આંખનું આંજણ ગાલે ઘસ્યું.
=> અજ્ઞાનવશ અયોગ્ય પ્રવૃત્તિ થઈ.
8➤ ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન
=> બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય.
9➤ ઉતાવળે આંબા ન પાકે :
=> ઉતાવળ કરવાથી કામ સારું થાય નહિં.
10➤ ઊગતા સૂરજને સૌ નમે
=> સત્તાને સૌ આધીન બનવા જાય.
11➤ દૂરથી ડુંગર રળિયામણાં
=> દૂરથી બધુ સુંદર જ બતાય નજીક જઈએ ત્યારે સાચી હકિકત જણાય.
12➤ ડાંગે માર્યાં પાણી જુદાં ના પાડે
=> એક લોહીવાળામાં ઝટ કુસંપ ન કરાવી શકાય.
13➤ તરણા ઓથે ડુંગર
=> માયારૂપી તરણાને લીધે સત્ય દેખાતું નથી.
14➤ તાંબાની તોલડી તેર વાનાં માર્ગ :
=> ઘરસંચારમાંડો ત્યારે ઘણી ચીજસામગ્રી જોઈએ.
15➤ દીવા પાછળ અંધારું
=> જાણીતા માણસના મરણ પછી નમાલો માણસ આવવાને લીધે ફેલાતી અંધાધૂંધી.
16➤ દયા ડાકણને ખાય
=> દયા કરવા જતાં આફત વહોરવી પડે.
17➤ દુકાળમાં અધિક માસ
=> મુશ્કેલીમાં વધારો થવો.
18➤ નામ મોટાને દર્શન ખોટાં
=> બહારથી પ્રતિષ્ઠિત પણ અંદરથી દોષોથી ભરેલું.
19➤ પગ જોઈને પછેડી તણાય
=> આવક મુજબ ખર્ચ કરવો જોઇએ.
20➤ નેવાનાં પાણી મોભે ન ચઢે
=> અશક્ય વસ્તુ શક્ય ન બને .
No comments:
Post a Comment